સુર્યા મ, અનેં સાન, અનેં તારં મ સમત્કારી નિશાન્યી ભળાહે, અનેં ધરતી ઇપેર બદ્દી જાતિ ન મનખં નેં તખલીબ થાહે, કેંમકે વેય દરજ્યા નેં ગાજવા અનેં ઝાભોળં ના ધમકાર થી ઘબરાએં જાહે. સમક ને લેંદે અનેં દુન્ય ઇપેર આવવા વાળી ઘટના ની વાટ ભાળતં-ભાળતં મનખં ના જીવ મ જીવ નેં રે, કેંમકે આકાશ ની તાકતેં હલાવા મ આવહે. તર વેય મન માણસ ના બેંટા નેં સામ્રત અનેં મુટી મહિમા નેં હાતેં વાદળા મ આવતં ભાળહે.