1
ઉત્પત્તિ 9:12-13
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
અને ઈશ્વરે કહ્યું, “મારી ને તમારી વચ્ચે, તથા તમારી સાથે જે હરેક સજીવ પ્રાણી છે તેની ને મારી વચ્ચે જે કરાર પેઢી દરપેઢીને માટે હું કરું છું તેનું ચિહ્ન આ છે: એટલે મારું ધનુષ્ય હું વાદળામાં મૂકું છું, ને તે મારી તથા પૃથ્વીની વચ્ચેના કરારનું ચિહ્ન થશે.
Σύγκριση
Διαβάστε ઉત્પત્તિ 9:12-13
2
ઉત્પત્તિ 9:16
અને ધનુષ્ય વાદળમાં થશે; અને ઈશ્વર તથા પૃથ્વીનાં સર્વ દેહધારીમાંના હરેક સજીવ પ્રાણીની વચ્ચે, જે સર્વકાળનો કરાર છે તે સંભારવાને હું ધનુષ્યની સામે જોઈશ.”
Διαβάστε ઉત્પત્તિ 9:16
3
ઉત્પત્તિ 9:6
માણસનું રક્ત જે કોઈ વહેવડાવે, તેનું રક્ત માણસથી વહેવડાવવામાં આવશે, કેમ કે ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું.
Διαβάστε ઉત્પત્તિ 9:6
4
ઉત્પત્તિ 9:1
અને ઈશ્વરે નૂહને તથા તેના દિકરાઓને આશીર્વાદ આપ્યો, ને તેઓને કહ્યું, “સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો.
Διαβάστε ઉત્પત્તિ 9:1
5
ઉત્પત્તિ 9:3
પૃથ્વી પર હરેક ચાલનાર પ્રાણી તમારે માટે ખોરાક તરીકે થશે. લીલા શાકની પેઠે મેં તમને સર્વ આપ્યાં છે.
Διαβάστε ઉત્પત્તિ 9:3
6
ઉત્પત્તિ 9:2
અને પૃથ્વીનાં સર્વ પશુઓ, તથા આકાશનાં સર્વ પ્રાણીઓ, તથા પૃથ્વી પર સર્વ પેટે ચાલનારાં પ્રાણીઓ, તથા સમુદ્રનાં સર્વ માછલાં, એ સર્વ તમારાથી બીશે તથા ડરશે. તેઓ તમારા હાથમાં આપેલાં છે.
Διαβάστε ઉત્પત્તિ 9:2
7
ઉત્પત્તિ 9:7
અને તેમ સફળ થાઓ, ને વધો; અને પૃથ્વીમાં પુષ્કળ વંશ વધારો, ને તેમાં વધતા જાઓ.”
Διαβάστε ઉત્પત્તિ 9:7
Αρχική
Αγία Γραφή
Σχέδια
Βίντεο