લુક 3:4-6
લુક 3:4-6 GBLNT
જેહેકોય યશાયા ભવિષ્યવક્તા ચોપડયેમાય લોખલાં હેય: “ઉજાડ જાગામાય કાદો તેરી બોંબલીન એહેકોય આખહે કા, પ્રભુ યેયના વાટ તિયાર કોઆ, ચ્યો વાટયો હિદ્યો કોઆ. યોકા-યોક ખાડા બોઈ દેવામાય યી, એને યોકા-યોકા ડોગા એને ડોગાલ્યો નિચ્ચો કોઅલ્યો જાય, એને જીં વાકડા હેય તી હિદા, એને જીં ખાડા ટેકરા વાળી વાટ હેય તી હારકી વાટ બોની. એને બોદે માઅહે પોરમેહેરા પાયને દોવાડલો તારણ કોઅનારાલ એઅરી.”