લુક 13:18-19
લુક 13:18-19 GASNT
ઇસુવેં ફેંર એક બીજો દાખલો વતાડ્યો, પરમેશ્વર નું રાજ કેંનેં જીવુ હે? અનેં હૂં પરમેશ્વર ના રાજ ની બરુંબરી કઈ વસ્તુ થી કરું? વેયુ રાઈ ના એક દાણા નેં જેંમ હે, ઝેંનેં કયેક માણસેં લેંનેં પુંતાના ખેંતર મ વાવેં દેંદું, અનેં વેયુ વદેંનેં એંવું મુંટું ઝાડ બણેંજ્યુ, કે આકાશ મ ઉડવા વાળં હુંલંવેં આવેંનેં હીની ડાળજ્યી ઇપેર વસવાટ કર્યો.