YouVersion Logo
Search Icon

યૂન. 2

2
યૂનાની પ્રાર્થના
1ત્યારે યૂનાએ માછલીના પેટમાં રહીને પોતાના ઈશ્વર યહોવાહની પ્રાર્થના કરી. 2તેણે કહ્યું,
“મારી વિપત્તિ સંબંધી મેં ઈશ્વરને વિનંતી કરી,
અને તેમણે મને જવાબ આપ્યો;
શેઓલના ઊંડાણમાંથી#2:2 પાયો સહાયને માટે મેં પોકાર કર્યો!
અને મારો અવાજ સાંભળ્યો.”
3“હે પ્રભુ તમે મને સમુદ્રના ઊંડાણમાં ફેંક્યો હતો,
મારી આસપાસ પાણી હતા;
તેના સર્વ મોજાં અને છોળો,
મારા પર ફરી વળ્યાં.”
4અને મેં કહ્યું, “મને તમારી નજર આગળ ફેંકી દેવામાં આવ્યો છે;
તોપણ હું ફરીથી તમારા પવિત્ર સભાસ્થાન તરફ જોઈશ.’
5મારું જીવન નષ્ટ થઈ જાય એ રીતે પાણી મારી આસપાસ ફરી વળ્યાં,
આજુબાજુ ઊંડાણ હતું;
મારા માથાની આસપાસ દરિયાઈ વનસ્પતિ વીંટાળાઈ વળી હતી.
6હું તો પર્વતોનાં તળિયાં સુધી નીચે ઊતરી ગયો;
મને અંદર રહેવા દઈને હમેશાંને માટે પૃથ્વીએ પોતાનાં બારણાં બંધ કરી દીધાં.
તેમ છતાં હે મારા ઈશ્વર પ્રભુ, તમે મારા જીવને ખાડામાંથી બહાર લાવ્યા છો.
7જયારે મારો આત્મા મારામાં મૂર્છિત થયો, ત્યારે મેં ઈશ્વરનું ધ્યાન ધર્યું;
અને મારી પ્રાર્થના તમારી સંમુખ, તમારા પવિત્ર ઘરમાં પહોંચી.
8જેઓ નકામા દેવો પર લક્ષ આપે છે
તેઓ પોતાના પર કૃપા દર્શાવનારને વિસરી જાય છે.
9પણ હું મારા જીવનથી, આભારસ્તુતિ કરીને તમને બલિદાન ચઢાવીશ;
જે પ્રતિજ્ઞા મેં લીધી છે તે હું પૂરી કરીશ.
ઉદ્ધાર, ઈશ્વર દ્વારા જ છે.
10પછી ઈશ્વરે માછલીને આજ્ઞા કરી. અને તેણે પેટમાંથી યૂનાને બહાર કાઢીને કોરી જમીન પર મૂક્યો.

Currently Selected:

યૂન. 2: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in