YouVersion Logo
Search Icon

યશા. 4

4
1તે દિવસે સાત સ્ત્રીઓ એક પુરુષને પકડીને
કહેશે કે, “અમે અમારો પોતાનો ખોરાક ખાઈશું અને અમારા પોતાનાં વસ્ત્ર પહેરીશું
પણ માત્ર તારું નામ અમને આપ અને અમારું અપમાન ટાળ.”
યરુશાલેમનું સુંદર ભાવિ
2તે દિવસે ઇઝરાયલના બચેલાને માટે યહોવાહે ઉગાડેલા અંકુર સુંદર તથા તેજસ્વી અને તે ભૂમિનું ફળ સ્વાદિષ્ટ તથા શોભાયમાન થશે.
3ત્યારે, સિયોનમાં તથા યરુશાલેમમાં રહી ગયેલા શેષ, એટલે યરુશાલેમમાંના જીવતાઓમાં નોધાયેલા, દરેક પવિત્ર કહેવાશે. 4જ્યારે પ્રભુ સિયોનની દીકરીઓની મલિનતા ધોઈ નાખશે અને યરુશાલેમમાંથી રક્તના ડાઘ ન્યાયના આત્મા તથા બળતી અગ્નિના આત્માથકી શુદ્ધ કરી નાખશે.
5ત્યારે યહોવાહ સિયોન પર્વતનાં દરેક રહેઠાણ પર અને તેની સભાઓ પર, દિવસે મેઘ તથા ધુમાડો અને રાત્રે બળતા અગ્નિનો પ્રકાશ ઉત્પન્ન કરશે; કેમ કે તે સર્વ ગૌરવ ઉપર આવરણ થશે. 6તે દિવસે તે તાપથી છાયા તરીકે અને તોફાન તથા વરસાદથી રક્ષણ કરનાર તથા આશ્રયસ્થાન થશે.

Currently Selected:

યશા. 4: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in