YouVersion Logo
Search Icon

હોશિ. 6

6
પ્રજાનો પોકળ પશ્ચાતાપ
1“આવો આપણે યહોવાહની પાસે પાછા જઈએ.
કેમ કે તેમણે આપણને ચીરી નાખ્યા છે, તેઓ જ આપણને સાજા કરશે;
તેમણે આપણને ઘા કર્યા છે, તેઓ જ આપણને પાટો બાંધશે.
2બે દિવસ પછી તેઓ આપણને સચેત કરશે;
ત્રીજે દિવસે તેઓ આપણને ઉઠાડશે,
આપણે તેમની આગળ જીવતા રહીશું.
3ચાલો આપણે યહોવાહને જાણીએ,
યહોવાહને ઓળખવાને ખંતથી મહેનત કરીએ.
તેમનું આવવું ઊગતા સૂરજની જેમ નિશ્ચિત છે.
તે વરસાદની જેમ,
વસંતઋતુમાં પૃથ્વીને સિંચનાર છેલ્લા વરસાદની જેમ આવશે.
4હે એફ્રાઇમ હું તને શું કરું?
હે યહૂદિયા હું તને શું કરું?
તમારી વિશ્વાસનીયતા સવારના વાદળ જેવી છે,
ઝડપથી ઊડી જનાર ઝાકળ જેવી છે.
5માટે મેં તેઓને પ્રબોધકો દ્વારા કતલ કર્યા છે,
મેં મારા મુખનાં વચનોથી તેઓનો સંહાર કર્યો છે.
મારા ન્યાયચુકાદા પ્રગટતા અજવાળારૂપ છે.
6કેમ કે હું વિશ્વાસુપણું ચાહું છું અને બલિદાન નહિ,
દહનીયાર્પણો કરતાં ઈશ્વરનું ડહાપણ ચાહું છું.
7તેઓએ આદમની જેમ મારા કરારનું ઉલ્લંઘન કર્યું છે;
તેઓ મારી સાથે અવિશ્વાસુ રહ્યા છે.
8ગિલ્યાદ દુષ્કર્મીઓનું નગર છે,
રક્તના નિશાનથી ભરેલું છે.
9જેમ લૂંટારાઓનાં ટોળાં કોઈની રાહ જુએ છે,
તેમ યાજકોનું ટોળું શખેમના રસ્તા પર લોકોનું ખૂન કરે છે;
તેઓએ શરમજનક અપરાધો કર્યા છે.
10ઇઝરાયલ લોકોમાં મેં ભયાનક બાબત જોઈ છે;
ત્યાં એફ્રાઇમમાં વ્યભિચાર જોવા મળ્યો છે, ઇઝરાયલ ભ્રષ્ટ થયો છે.
11હે યહૂદિયા, જ્યારે હું મારા લોકોને ગુલામગીરીમાંથી પાછા લાવીશ,
ત્યારે તારા માટે કાપણી ઠરાવેલી છે.

Currently Selected:

હોશિ. 6: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in