હોશિ. 14
14
લોકોને હોશિયાની વિનંતી
1હે ઇઝરાયલ, યહોવાહ તારા ઈશ્વરની પાસે પાછો આવ,
કેમ કે તારા અન્યાયને લીધે તું પડી ગયો.
2તારી સાથે પસ્તાવાના શબ્દો લઈને યહોવાહની પાસે પાછો આવ.
તેમને કહો, “અમારાં પાપો દૂર કરો,
કૃપાથી અમારો સ્વીકાર કરો,
જેથી અમે તમને સ્તુતિના અર્પણ ચઢાવીએ#14:2 બળદો ચઢાવીએ.
3આશ્શૂર અમને બચાવી શકશે નહિ;
અમે યુદ્ધ માટે ઘોડાઓ પર સવારી કરીશું નહિ.
હવે પછી કદી અમે હાથે ઘડેલી મૂર્તિને કહીશું નહિ,
‘કે તમે અમારા દેવો છો,’
કેમ કે અનાથો પર તમારી રહેમનજર છે.”
પ્રભુએ આપેલું નવજીવન વરદાન
4“તેઓના પાછા ફરવાથી હું તેઓને સજા કરીશ નહિ.
હું ઉદારપણાથી તેઓના પર પ્રેમ કરીશ,
કેમ કે મારો ક્રોધ તેઓના પરથી પાછો ફર્યો છે.
5હું ઇઝરાયલને માટે ઝાકળ જેવો થઈશ;
તે કમળની જેમ ખીલશે,
લબાનોનનાં વૃક્ષોની જેમ તેના મૂળ ઊંડા નાખશે.
6તેની ડાળીઓ ફેલાઇ જશે,
તેનો વૈભવ સુંદર જૈતૂનવૃક્ષના જેવો હશે,
અને તેની સુવાસ લબાનોનના જેવી હશે.
7તેના#14:7 યહોવાહ છાયામાં રહેનારા લોકો પાછા ફરશે;
તેઓ અનાજના છોડની જેમ ફળવાન થશે,
દ્રાક્ષાવેલાની જેમ ખીલશે;
તેની સુગંધ લબાનોનના દ્રાક્ષારસ જેવી થશે.
8એફ્રાઇમ કહેશે, ‘મારે મૂર્તિઓ સાથે શો લાગભાગ?
હું તેની સંભાળ રાખીશ એવો મેં તેને જવાબ આપ્યો.
હું દેવદારના લીલા વૃક્ષ જેવો છું;
મારી પાસેથી જ તને ફળ મળે છે.”
ઉપસંહાર
9કોણ જ્ઞાની હશે કે તે આ બાબતોને સમજે?
કોણ બુદ્ધિશાળી વ્યક્તિ હોય કે તેને આ બાબતનું જ્ઞાન થાય?
કેમ કે યહોવાહના માર્ગો સત્ય છે,
ન્યાયી માણસ તેના ઉપર ચાલશે,
પણ બંડખોરો તેમાં ઠોકર ખાશે.
Currently Selected:
હોશિ. 14: IRVGuj
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.