YouVersion Logo
Search Icon

હોશિ. 11

11
બળવાખોર પ્રજા સામે પ્રભુનો અનહદ પ્રેમ
1ઇઝરાયલ બાળક હતો ત્યારે હું તેના પર પ્રેમ રાખતો હતો,
મેં મારા દીકરાને મિસરમાંથી બોલાવ્યો હતો.
2જેમ જેમ તેઓને બોલાવ્યા,
તેમ તેમ તેઓ દૂર જતા રહ્યા.
તેઓએ બઆલને બલિદાનો આપ્યાં
મૂર્તિઓની આગળ ધૂપ બાળ્યો.
3જો કે, મેં એફ્રાઇમને ચાલતાં શીખવ્યો.
મેં તેઓને બાથમાં લીધા,
પણ તેઓ જાણતા ન હતા કે તેઓની સંભાળ રાખનાર હું હતો.
4મેં તેઓને માનવીય બંધનોથી, પ્રેમની દોરીઓથી દોર્યા.
હું તેઓના માટે તેઓની ગરદન પરની ઝૂંસરી ઉઠાવી લેનારના જેવો હતો,
હું પોતે વાંકો વળ્યો અને મેં તેઓને ખવડાવ્યું.
5શું તે મિસર#11:5 ઉત્તરના રાજા દેશમાં પાછો ફરશે નહિ?
આશ્શૂર#11:5 સીરિયાના રાજા તેઓના પર રાજ કરશે.
કેમ કે, તેઓએ મારી તરફ પાછા ફરવાનો ઇનકાર કર્યો છે.
6તેઓની પોતાની યોજનાઓને કારણે,
તલવાર તેઓનાં નગરો પર આવી પડશે.
તેઓના નગરની ભાગળોનો નાશ કરશે;
તે તેઓનો નાશ કરશે.
7મારા લોકોનું વલણ મારા વિમુખ થઈ જવું છે,
જોકે તેઓ આકાશવાસી ઈશ્વરને પોકારે છે,
પણ કોઈ તેઓને માન આપશે નહિ.
8હે એફ્રાઇમ, હું શી રીતે તારો ત્યાગ કરું?
હે ઇઝરાયલ, હું તને કેવી રીતે બીજાને સોંપી દઉં?
હું શી રીતે તારા હાલ આદમાના જેવા કરું?
હું શી રીતે સબોઈમની જેમ તારી સાથે વર્તું?
મારું મન પાછું પડે છે;
મારી બધી કરુણા પ્રબળ થાય છે.
9હું મારા ક્રોધના આવેશ મુજબ વર્તીશ નહિ,
હું ફરીથી એફ્રાઇમનો નાશ કરીશ નહિ,
કેમ કે હું ઈશ્વર છું,
માણસ નથી;
હું તારી વચ્ચે રહેનાર પરમપવિત્ર ઈશ્વર છું.
હું કોપાયમાન થઈને આવીશ નહિ.
10યહોવાહ સિંહની જેમ ગર્જના કરશે,
તેઓ તેમની પાછળ ચાલશે.
હા તે ગર્જના કરશે,
અને લોકો પશ્ચિમથી ધ્રૂજતા ધ્રૂજતા આવશે.
11તેઓ મિસરમાંથી પક્ષીની જેમ,
આશ્શૂરમાંથી કબૂતરની જેમ ધ્રૂજારીસહિત આવશે.
હું તેઓને ફરીથી તેઓનાં ઘરોમાં વસાવીશ.” આ યહોવાહનું વચન છે.
યહૂદિયા અને ઇઝરાયલને ઠપકો
12એફ્રાઇમે મને જૂઠથી,
અને ઇઝરાયલી લોકોએ છેતરપિંડી કરીને મને ઘેરી લીધો.
પણ યહૂદા હજી પણ ઈશ્વર પ્રત્યે,
પવિત્ર ઈશ્વર પ્રત્યે સ્થિર છે.

Currently Selected:

હોશિ. 11: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for હોશિ. 11