સંદર્શન 8:10-11
સંદર્શન 8:10-11 GUJCL-BSI
પછી ત્રીજા દૂતે તેનું રણશિંગડું વગાડયું એટલે મશાલની પેઠે સળગતો એક મોટો તારો આકાશમાંથી ખર્યો, અને ત્રીજા ભાગની નદીઓ અને ઝરણાં પર પડયો. તે તારાનું નામ તો “કડવાશ” છે. તેનાથી ત્રીજા ભાગનું પાણી કડવું થઈ ગયું અને તે કડવું પાણી પીવાથી ઘણાં મરી ગયાં.