માર્ક પ્રસ્તાવના
પ્રસ્તાવના
માર્ક આલેખિત શુભસંદેશની શરૂઆત આ પ્રમાણે થાય છે. “ઈશ્વરના પુત્ર ઈસુ ખ્રિસ્તનો શુભસંદેશ.” શુભસંદેશમાં ઈસુ ખ્રિસ્તને અધિકારયુક્ત અને સતત કાર્યરત દર્શાવવામાં આવ્યા છે. ઈસુ ખ્રિસ્તનો અધિકાર તેમના શિક્ષણમાં, અશુદ્ધ આત્માઓ પરના એમના સામર્થ્યમાં, અને લોકોનાં પાપ માફ કરવામાં આપણને જોવા મળે છે. ઈસુ ખ્રિસ્ત પોતાને માનવપુત્ર તરીકે ઓળખાવે છે, અને લોકોને તેમનાં પાપમાંથી છોડાવવાને તે માનવપુત્ર તરીકે આવ્યા હતા.
આ શુભસંદેશમાં ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરવા માટે આવેલા ઈશ્વરના સેવક તરીકે પ્રભુ ઈસુને રજૂ કરવામાં આવ્યા છે અને તેમની સેવા અને સમર્પણનું નિરૂપણ કરાયું છે. પ્રભુ ઈસુ સેવા કરે છે અને ઘણાઓનાં પાપોની ક્ષમાને અર્થે મૂક્તિમૂલ્ય ચૂકવવા ક્રૂસ પર પોતાનું બલિદાન કરે છે.
આ શુભસંદેશનું આલેખન કરનાર માર્કને પ્રે.કા. ૧૨:૧૨ માં યોહાન માર્ક કહ્યો છે. તે પ્રેષિત પાઉલનો સાથી હતો. માર્ક પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાતને એકદમ સીધીસટ અને જોરદાર રજૂઆત આપે છે, અને એમાં ઈસુના શબ્દો તથા શિક્ષણ કરતાં તેમનાં કાર્યો ઉપર વધુ ભાર મૂકે છે. શુભસંદેશની શરૂઆતમાં યોહાન બાપ્તિસ્મા કરનારની પ્રાસ્તાવિક વાત આપી છે, અને ઈસુ ખ્રિસ્તના બાપ્તિસ્મા અને ક્સોટી વિષે ટૂંક રજૂઆત કરી છે, અને એ પછી તરત જ પ્રભુ ઈસુના શુભસંદેશના પ્રચારની તથા સાજાપણાની સેવા વિષે વિસ્તૃત વર્ણન આપ્યું છે. જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ પ્રભુ ઈસુની પાછળ ચાલનારા તેમને વધુ ને વધુ ઓળખતા થાય છે, પણ એમના વિરોધીઓને પ્રભુ ઈસુ પ્રત્યે વધતો અને વધતો વિરોધ દર્શાવતા બતાવ્યા છે. શુભસંદેશના છેલ્લા અયાયોમાં પ્રભુ ઈસુની પૃથ્વી પરની એમની સેવાના છેલ્લા અઠવાડિયા વિષેની વિગતો આપવામાં આવી છે. અને એમાં એમનું ક્રૂસારોહણ અને પુન:સજીવન થયાની વાત વિષે સચોટ વર્ણન આપવામાં આવ્યું છે.
રૂપરેખા:
શુભસંદેશની શરૂઆત ૧:૧-૧૩
પ્રભુ ઈસુની ગાલીલમાંની જાહેર સેવા ૧:૧૪—૯:૫૦
ગાલીલથી યરુશાલેમ ૧૦:૧-૫૨
યરુશાલેમમાં અને એની આસપાસ આખરી અઠવાડિયું ૧૧:૧—૧૫:૪૭
પ્રભુ ઈસુનું પુનરુત્થાન ૧૬:૧-૮
પુન: સજીવન થયેલા પ્રભુનાં દર્શન અને સ્વર્ગગમન ૧૬:૯-૨૦
Currently Selected:
માર્ક પ્રસ્તાવના: GUJCL-BSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide