YouVersion Logo
Search Icon

હિબ્રૂઓને પત્ર 11:24-27

હિબ્રૂઓને પત્ર 11:24-27 GUJCL-BSI

વિશ્વાસને લીધે જ, મોશેએ મોટો થયા પછી ફેરોની પુત્રીનો પુત્ર ગણાવાની ના પાડી. પાપની ક્ષણિક મઝા માણવા કરતાં તેણે ઈશ્વરના લોકો સાથે દુ:ખ સહન કરવાનું પસંદ કર્યું. ઇજિપ્તના સર્વ દ્રવ્યભંડારો કરતાં તેણે ખ્રિસ્તને માટે નિંદા સહન કરવાનું ઉત્તમ ગણ્યું. કારણ, તેની દૃષ્ટિ ભાવિ પ્રતિફળ પર મંડાયેલી હતી. વિશ્વાસને લીધે જ મોશેએ રાજાના ગુસ્સાની બીક રાખ્યા વગર ઇજિપ્તનો ત્યાગ કર્યો. પોતે અદૃશ્ય ઈશ્વરને જોયા હોય, તેમ તે મક્કમ રહ્યો.