ગીતશાસ્ત્ર 93
93
ઈશ્વર રાજા છે
1યહોવા રાજ કરે છે; તેમણે
મહત્ત્વ ધારણ કર્યું છે;
યહોવાએ પોતાની કમરે પરાક્રમ
બાંધ્યું છે;
વળી ખસેડાય નહિ તેમ જગત સ્થિર
કરવામાં આવેલું છે.
2તમારું રાજ્યાસન
પુરાતન કાળથી સ્થપાએલું છે;
તમે અનાદિકાળથી છો.
3હે યહોવા, પ્રવાહોએ ઊંચો કર્યો છે,
પ્રવાહોએ પોતાનો અવાજ
ઊંચો કર્યો છે;
પ્રવાહો પોતાનાં મોજાં ઊંચા કરે છે.
4ઘણાં પાણીઓના ખળભળાટ કરતાં,
સમુદ્રનાં પરાક્રમી મોજાં કરતાં,
યહોવા પરમ ઊંચામાં પરાક્રમી છે.
5તમારાં સાક્ષ્યો અતિ ખાતરીપૂર્વક છે;
હે યહોવા, સર્વકાળ
પવિત્રતા તમારા મંદિરને શોભે છે.
Currently Selected:
ગીતશાસ્ત્ર 93: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.