YouVersion Logo
Search Icon

ગીતશાસ્‍ત્ર 91

91
ઈશ્વર આપણા રક્ષક
1પરાત્પરના ગુપ્તસ્થાનમાં જે વસે છે
તે સર્વસમર્થની છાયામાં રહેશે.
2હું યહોવા વિષે કહીશ,
“તે મારો આશ્રય તથા કિલ્લો છે;
એ જ મારા ઈશ્વર છે, તેમના પર
હું ભરોસો રાખું છું.”
3કેમ કે તે પારધીના પાશથી
અને નાશકારક મરકીથી
તને બચાવશે.
4તે પોતાનાં પીછાંથી તને ઢાંકશે,
અને તેમની પાંખો નીચે
તને આશ્રય મળશે;
તેમની સત્યતા ઢાલ તથા બખ્તર છે.
5રાત્રે જે ધાસ્તી લાગે છે તેથી,
અથવા તો દિવસે ઊડનાર તીરથી,
6અંધારામાં ચાલનાર મરકીથી કે,
બપોરે મહામારીથી તું બીહીશ નહિ.
7તારી બાજુએ હજાર
અને તારે જમણે હાથે દશહજાર
[માણસો] પડશે,
પણ તે તારી પાસે આવશે નહિ.
8તું માત્ર નજરે જોશે,
તું દુષ્ટોને મળેલો બદલો દેખશે.
9કેમ કે, હે યહોવા,
તમે મારા આધાર છો!
તેં પરાત્પરને
તારો આશ્રય કર્યો છે;
10તારા પર કંઈ દુ:ખ આવી પડશે નહિ,
મરકી તારા તંબુની પાસે
આવશે નહિ.
11તને તારા સર્વ માર્ગમાં સંભાળવાને માટે
# માથ. ૪:૬; લૂ. ૪:૧૦. તે પોતાના દૂતોને આજ્ઞા આપશે;
12 # માથ. ૪:૬; લૂ. ૪:૧૧. તેઓ પોતાને હાથે તને ધરી રાખશે,
રખેને તારો પગ પથ્થર પર અફળાય.
13 # લૂ. ૧૦:૧૯. તું સિંહ તથા સાપ પર પગ મૂકશે;
સિંહના બચ્ચાને તથા સાપને
તું છૂંદી નાખશે.
14તેણે મારા પર પોતાનો
પ્રેમ બેસાડ્યો છે
માટે હું તેને બચાવીશ;
તેણે મારું નામ જાણ્યું છે,
માટે હું તેને ઊંચો કરીશ.
15તે મને અરજ કરશે,
એટલે હું તેને ઉત્તર આપીશ;
હું સંકટસમયે તેની સાથે થઈશ;
હું તેને છોડાવીને માન આપીશ.
16લાંબા આયુષ્યથી હું તેને તૃપ્ત કરીશ,
અને તેને મારું તારણ દેખાડીશ.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in