લૂક 7:7-9
લૂક 7:7-9 GUJOVBSI
એ કારણથી મેં પણ તમારી પાસે આવવા પોતાને યોગ્ય ગણ્યો નહિ. પણ તમે શબ્દ બોલો, એટલે મારો ચાકર સાજો થશે. કેમ કે હું પણ તાબેદાર માણસ છું, ને મારે તાબે સિપાઈઓ છે; એકને હું કહું છું કે, ‘જા, ’ એટલે તે જાય છે; બીજાને કહું છું કે, ‘આવ, ’ અને તે આવે છે; અને મારા ચાકરને હું કહું છું કે, ‘આ કર, ’ અને તે તે કરે છે.” એ વાત સાંભળીને ઈસુ તેનાથી આશ્ચર્ય પામ્યા અને પાછા ફરીને તેમણે પાછળ આવતા લોકોને કહ્યું, “હું તમને કહું છું કે, આટલો બધો વિશ્વાસ ઇઝરાયેલમાં પણ મારા જોવામાં આવ્યો નથી.”