હિબ્રૂઓને પત્ર 11:24-27
હિબ્રૂઓને પત્ર 11:24-27 GUJOVBSI
વિશ્વાસથી મૂસાએ મોટો થયા પછી ફારુનની દીકરીનો પુત્ર ગણાવા ના પાડી. પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતાં ઈશ્વરનાં લોકોની સાથે દુ:ખ ભોગવવાનું તેણે વિશેષ પસંદ કર્યું. મિસરમાંના દ્વવ્યભંડાર કરતાં ખ્રિસ્તની સાથે નિંદા સહન કરવી એ સંપત્તિ અધિક છે, એમ તેણે માન્યું. કેમ કે જે ફળ મળવાનું હતું તે તરફ જ તેણે લક્ષ રાખ્યું. વિશ્વાસથી તેણે મિસરનો ત્યાગ કર્યો, રાજાના ક્રોધથી તે બીધો નહિ; કેમ કે જાણે તે અદશ્યને જોતો હોય એમ તે અડગ રહ્યો.