ઇસુહુ તીયાલે આખ્યો, “પુથ, ઈયા માંહામેને બારે નીંગી આવ.” તાંહા તીયા માંહાહા મોડા આવાજુકી બોમબ્લીને આખ્યો, “ઓ ઇસુ પરમપ્રધાન પરમેહેરુ પોયરા, તોઅ માંઅ આરી કાય કામ? આંય તુલે પરમેહેરુ નાવુકી વિનંતી કીહુ કા, તુ માંને દુઃખ માંઅ દેહો.” તાંહા ઇસુહુ તીયાલે ફુચ્યો કા, “તોઅ કાય નાવ હાય?” આને તીયાહા તીયાલે જવાબ દેદો કા, “માંઅ નાવ સેના હાય, કાહાલ કા આમુહુ ખુબ હાય.”