ઈયા કારણુકી આંય બી તોઅ પાહી આવા ખાતુર પોતાલે યોગ્યો ગોંયો નાહ, પેન શોબ્દાકી આખી દેઅ, તાંહા માંઅ ચાકર હારો વી જાંય. પેન આંય બી માંઅ ઉપરી અમલદારુ આથુ એઠાં કામ કીહુ, આને માંઅ આથુ એઠાં બી બીજા સૈનિક કામ કેતાહા, આને જાંહા એક સૈનિકુલે આંય આખુ, ‘જો’ તાંહા તોઅ જાહે, આને બીજા સૈનિકુલે આંય આખુ ‘આવ’ તાંહા તોઅ આવેહે; આને માઅ પોતા દાસુલે આખુ કા ‘ઇ કામ કે,’ તાંહા તોઅ તીયાલે કેહે.” એ બાધ્યા ગોઠયા ઉનાયને ઇસુલે ખુબ નોવાય લાગી, આને ઇસુહુ ફાચલા ફીરીને તીયા ફાચલા આવનારા માંહાહાને આખ્યો, “આંય તુમનેહે ખેરોજ આખુહુ, કા માપે ઓતો બાદો વિશ્વાસ રાખનારો, માંયુહુ ઇસ્રાએલ દેશુ લોકુમ બી નાહ હેયો.”