માંડો ખાય લેદો, તાંહા ઇસુહુ શિમોન પિત્તરુલે આખ્યો, “ઓ યોહાનુ પોયરા શિમોન, કાય તુ ઈયા બીજા ચેલા કેતા વાદારે માપે પ્રેમ કેહો?” તીયાહા ઇસુલે આખ્યો, “હોવ, પ્રભુ; તુ જાંહો કા આંય તુલે પ્રેમ કીહુ” ઇસુહુ તીયાલે આખ્યો, “માઅ ઘેટા હોચ્યા લોકુ દેખરેખ કે.” ફાચે ઇસુહુ બીજી વાર પિત્તરુલે આખ્યો, “ઓ યોહાનુ પોયારા શિમોન, કાય તુ માને પ્રેમ કેહો?” પિત્તરુહુ તીયાલે આખ્યો, “હોવ, પ્રભુ, તુ જાંહો કા આંય તુલે પ્રેમ કીહુ” ઇસુહુ તીયાલે આખ્યો, “જેહેકી ઘેટા ચારવાલ્યો ઘેટાહા દેખરેખ કેહે, તેહકીજ માઅ લોકુ બી દેખરેખ કે.” ઇસુહુ તીજીવાર બી પિત્તરુલે આખ્યો, “ઓ યોહાનુ પોયારા શિમોન, કાય તુ માને પ્રેમ કેહો?” એહેકી ઇસુહુ પિત્તરુલે તીજી વારે ફુચલો, કા કાય તુ માને પ્રેમ કેહો? તીયા ખાતુર પિત્તર નિરાશ વીયો, આને ઇસુલે આખ્યો, “ઓ, પ્રભુ તુ તા બાદોજ જાંહો: આને તુ ઇ બી જાંહો કા આંય તુલે પ્રેમ કીહુ” ઇસુહુ તીયાલે આખ્યો, “માઅ ઘેટા હોચ્યા લોકુ દેખરેખ કે.