એને આંય આબહાલ પ્રાર્થના કોઅહી, એને તો તુમહાન આજુ યોક મોદાત્યો દી, કા તો કાયામ તુમહેઆરે રોય. તો તી આત્મા હેય, જીં પોરમેહેરાબારામાય હાચ્ચાં પ્રગટ કોઅહે, જ્યાલ દુનિયા લોક સ્વીકાર નાંય કોઅય હોકે, કાહાકા દુનિયા લોક નાંય ચ્ચાલ એઇ હોકે નાંય ચ્ચાલ જાંઅતેહે, બાકી તુમા ચ્યાલ જાંઅતેહે, કાહાકા તી તુમહેઆરે રોહે, એને તો તુમહેમાય રોય.