હે મૂસા નું નિયમ હિકાડવા વાળોં અનેં ફરિસી ટુંળા ન ઢોંગ કરવા વાળોં મનખોં, તમં ઇપેર હાએ! તમું દમડા નો અનેં વરજ્યાળી નો અનેં જીરા નો દસવો ભાગ તે આલો હે, પુંણ તમવેં પરમેશ્વર ના નિયમ ની ખાસ વાત નેં એંતરે નિયા, અનેં દયા, અનેં વિશ્વાસ નેં સુંડ દેંદં હે. અસલ થાતું કે તમું દસવો ભાગ હુંદો આલતં રેંતં, અનેં પરમેશ્વર ના નિયમ ની ખાસ વાતં નેં હુંદં નેં સુંડતં.