1
માથ્થી 28:19-20
પવિત્ર બાઈબલ
તેથી તમે બધાજ દેશોમાં જાઓ અને સર્વ લોકોને મારા શિષ્યો બનાવો, બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માના નામે તેઓને બાપ્તિસ્મા આપો. મેં તમને જે જે આજ્ઞા આપી છે તે પ્રમાણે તેઓને તે આજ્ઞાઓનું પાલન કરવાનું શીખવતા જાઓ અને જુઓ, જગતના અંતકાળ પર્યત સદાય હું તમારી સાથે છું.”
Compare
Explore માથ્થી 28:19-20
2
માથ્થી 28:18
ઈસુ તેમની પાસે આવ્યો અને કહ્યું, “આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.
Explore માથ્થી 28:18
3
માથ્થી 28:5-6
પછી દૂતે પેલી સ્ત્રીઓને કહ્યું, “ગભરાશો નહિ, હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુની તમે શોધમાં નીકળ્યા છો. પણ ઈસુ અહીં નથી, તેણે કહ્યું હતું તે પ્રમાણે તે ઊઠયો છે, આવો, તેનું શરીર જ્યાં પડ્યું હતું તે જગ્યા જુઓ.
Explore માથ્થી 28:5-6
4
માથ્થી 28:10
પછી ઈસુએ તેમને કહ્યું, “ગભરાશો નહિ, જાઓ અને મારા ભાઈઓને (શિષ્યો) ગાલીલ જવા કહો. તેઓ મને ત્યાં જોશે.”
Explore માથ્થી 28:10
5
માથ્થી 28:12-15
યહૂદિ આગેવાનો તથા વડીલોએ એકઠા મળી એક યોજના બનાવી. અને સૈનિકોને મોટી લાંચ આપી. તેઓએ સૈનિકોને કહ્યું, “લોકોને જઈને કહો કે અમે ઊંઘતા હતા ત્યારે ઈસુના શિષ્યો રાત્રે આવી ઈસુના શબને ચોરીને જતા રહ્યાં. તમારી આ વાત હાકેમ જાણશે તો અમે તેને સમજાવીશું, અને તમને કશુંજ નહિ થવા દઈએ.” સૈનિકોએ પૈસા લઈ લીધા અને તેઓને સમજાવ્યા પ્રમાણે વાત વહેતી મૂકી. આ વાત યહૂદિઓમાં ફેલાઈ ગઈ અને આજે પણ એ વાત યહૂદિઓમાં ચાલતી આવે છે.
Explore માથ્થી 28:12-15
Home
Bible
Plans
Videos