પછી ઇસહાકે તેને કહ્યું,
“તારો વાસ સારી ફળદ્રુપ ભૂમિ પર નહિ હોય, જયાં જમીન ફળતી નહિ હોય અને આકાશમાંથી ઝાકળ પણ વરસતું નહિ હોય.
તારી પાસે વધારે અનાજ પણ નહિ હોય.
તારે જીવવા માંટે સંઘર્ષ કરવો પડશે,
તારે તારા ભાઈનો સેવક બની જવું પડશે.
પરંતુ તું સ્વતંત્રતા માંટે લડીશ
અને તેની ઝૂંસરી ફગાવીને મુકત થઈ જઈશ.”