“જુઓ, યહોવાહ એવું કહે છે કે, એવા દિવસો આવી રહ્યા છે,
કે ખેડૂતનું કામ કાપણી કરનારના કામ સુધી ચાલશે,
અને દ્રાક્ષા પીલનારનું કામ બી વાવનારના કામ સુધી ચાલશે,
પર્વતોમાંથી મીઠો દ્રાક્ષનો રસ ટપકશે,
અને સર્વ ડુંગરો પીગળી જશે.
હું મારા ઇઝરાયલી લોકોને બંદીવાસમાંથી પાછા લાવીશ.
તેઓ નષ્ટ થયેલાં નગરોને ફરીથી બાંધશે અને તેમાં વસશે.
તેઓ દ્રાક્ષવાડીઓ રોપશે
અને તેનો દ્રાક્ષારસ પીશે તથા બગીચા તૈયાર કરશે અને તેના ફળ ખાશે.