ઇઝરાયલના ઈશ્વર બોલ્યા,
ઇઝરાયલના ખડકે મને કહ્યું,
‘મનુષ્યો પર જે નેકીથી રાજ કરે છે
જે ઈશ્વરની બીક રાખીને રાજ કરે છે,
સવારે ઉગતા સૂર્યના પ્રકાશ જેવો,
સવારે વાદળો ના હોય ત્યારના અજવાળા જેવો અને
વરસાદ પછી ભૂમિમાંથી કુમળું ઘાસ ઊગી નીકળે છે ત્યારના તેજસ્વી પ્રકાશ જેવો થશે.