જયારે બીજે દિવસે આશ્દોદીઓ વહેલી સવારે ઊઠ્યા, ત્યારે, જુઓ, દાગોને ઈશ્વરના કોશ આગળ ભૂમિ પર ઊંધો પડેલો હતો. તેથી તેઓએ દાગોનને લઈને તેના અસલ સ્થાને પાછો બેસાડ્યો.
બીજે દિવસે તેઓ વહેલી સવારે ઊઠ્યા, ત્યારે પણ, ઈશ્વરના કોશ આગળ દાગોન ભૂમિ પર ઊંધો પડેલો હતો. દાગોનનું શિર તથા તેના બન્ને હાથો દરવાજાના ઉંબરા ભાંગી પડેલાં હતાં. કેવળ દાગોનનું ધડ રહ્યું હતું.