નાસ્તો કરી રહ્યા પછી ઈસુએ પિતરને પૂછયું, “યોનાના પુત્ર સિમોન, આ બધાં કરતાં શું તું મારા પર વધારે પ્રેમ રાખે છે?”
તેણે જવાબ આપ્યો, “હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર પ્રેમ રાખું છું.”
ઈસુએ તેને કહ્યું, “મારાં ઘેટાંને ચરાવ.”
બીજી વાર ઈસુએ તેને પૂછયું, “યોહાનના પુત્ર સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે?”
તેણે કહ્યું, “હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર પ્રેમ રાખું છું.” ઈસુએ તેને કહ્યું, “મારાં ઘેટાંને સાચવ.”
ત્રીજીવાર ઈસુએ પૂછયું, “યોહાનના પુત્ર સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે?”
પિતર ઉદાસ થઈ ગયો, કારણ કે, ત્રીજીવાર ઈસુએ તેને પૂછયું, “શું તું મારા પર પ્રેમ રાખે છે?” તેણે કહ્યું, “પ્રભુ, તમને બધી ખબર છે. તમે જાણો છો કે હું તમારા પર પ્રેમ રાખું છું.”
ઈસુએ તેને કહ્યું, “મારાં ઘેટાંને ચરાવ.