1
ઉત્પત્તિ 42:21
પવિત્ર બાઇબલ C.L.
તેઓ એકબીજાને કહેવા લાગ્યા, “આપણે આપણા ભાઈ યોસેફ પ્રત્યે કરેલા વર્તાવ સંબંધી સાચે જ દોષિત છીએ. તે આજીજી કરતો હતો અને તેનો જીવ દુ:ખી થતો હતો ત્યારે તે જોઈને આપણે તેનું સાંભળ્યું નહિ; તેથી અત્યારે આપણે આ સંકટમાં આવી પડયા છીએ.”
Compare
Explore ઉત્પત્તિ 42:21
2
ઉત્પત્તિ 42:6
યોસેફ ઇજિપ્ત દેશનો અધિપતિ હતો અને તે જ દુનિયાના સર્વ લોકોને અનાજ વેચાતું આપતો હતો. તેથી યોસેફના ભાઈઓ આવ્યા અને ભૂમિ સુધી પોતાનાં માથાં નમાવીને તેને પ્રણામ કર્યા.
Explore ઉત્પત્તિ 42:6
3
ઉત્પત્તિ 42:7
યોસેફે પોતાના ભાઈઓને જોયા ત્યારે તેણે તેમને ઓળખ્યા, પણ તેઓ જાણે કે અજાણ્યા હોય એ રીતે તે તેમની સાથે વર્ત્યો. તે તેમની સાથે કડકાઈથી બોલ્યો, “ક્યાંથી આવ્યા છો?” તેમણે જવાબ આપ્યો, “અમે કનાન દેશથી અનાજ વેચાતું લેવા આવ્યા છીએ.”
Explore ઉત્પત્તિ 42:7
Home
Bible
Plans
Videos