1
ઉત્પત્તિ 37:5
પવિત્ર બાઇબલ C.L.
યોસેફને એક સ્વપ્ન આવ્યું. જ્યારે તેણે તે તેના ભાઈઓને કહી સંભળાવ્યું ત્યારે તેઓ તેનો વિશેષ તિરસ્કાર કરવા લાગ્યા.
Compare
Explore ઉત્પત્તિ 37:5
2
ઉત્પત્તિ 37:3
પોતાના બીજા બધા પુત્રો કરતાં ઇઝરાયલ યોસેફ પર વધારે પ્રેમ રાખતો હતો; કારણ, યોસેફ યાકોબની વૃદ્ધાવસ્થા દરમ્યાન જન્મ્યો હતો. તેણે તેને લાંબી બાંયોવાળો ઝભ્ભો બનાવડાવી આપ્યો હતો.
Explore ઉત્પત્તિ 37:3
3
ઉત્પત્તિ 37:4
જ્યારે તેના ભાઈઓએ જોયું કે તેમનો પિતા તેમના કરતાં યોસેફ પર વધારે પ્રેમ કરે છે, ત્યારે તેમણે તેમના ભાઈનો અત્યંત તિરસ્કાર કર્યો, એટલે સુધી કે તેઓ તેની સાથે હેતથી વાત પણ કરી શક્તા નહોતા.
Explore ઉત્પત્તિ 37:4
4
ઉત્પત્તિ 37:9
યોસેફને ફરી બીજું સ્વપ્ન આવ્યું. તેણે તેના ભાઈઓને કહ્યું, “જુઓ, મને બીજું સ્વપ્ન આવ્યું, અને આ સ્વપ્નમાં સૂર્ય, ચંદ્ર તથા અગિયાર તારા મારી આગળ નમ્યા.”
Explore ઉત્પત્તિ 37:9
5
ઉત્પત્તિ 37:11
તેથી તેના ભાઈઓએ તેનો તિરસ્કાર કર્યો; પણ તેના પિતાએ તે વાત મનમાં રાખી.
Explore ઉત્પત્તિ 37:11
6
ઉત્પત્તિ 37:6-7
યોસેફે તેમને કહ્યું, “આ સ્વપ્નમાં મેં જે જોયું છે તે સાંભળો: જુઓ, આપણે ખેતરમાં પૂળા બાંધતા હતા. એવામાં મારો પૂળો ઊભો થયો અને તમારા પૂળા ચારે તરફ ઊભા રહ્યા, અને મારા પૂળાને નમ્યા.”
Explore ઉત્પત્તિ 37:6-7
7
ઉત્પત્તિ 37:20
હવે ચાલો, આપણે તેને મારી નાખીએ, ને કોઈ ખાડામાં ફેંકી દઈએ. પછી કહી દઈશું કે કોઈ જંગલી જનાવરે તેને ફાડી ખાધો છે. પછી જોઈશું કે તેના સ્વપ્નનું શું થાય છે.”
Explore ઉત્પત્તિ 37:20
8
ઉત્પત્તિ 37:28
એ મિદ્યાની વેપારીઓ પાસે આવ્યા એટલે યોસેફના ભાઈઓએ તેને ખાડામાંથી બહાર કાઢયો. તેમણે ચાંદીના વીસ સિક્કામાં તેને ઇશ્માએલીઓને વેચી દીધો. તેઓ તેને ઇજિપ્તમાં લઈ ગયા.
Explore ઉત્પત્તિ 37:28
9
ઉત્પત્તિ 37:19
તેમણે એકબીજાને કહ્યું, “જુઓ, પેલો સ્વપ્નદર્શી આવે છે.
Explore ઉત્પત્તિ 37:19
10
ઉત્પત્તિ 37:18
તેમણે તેને દૂરથી જોયો અને તે તેમની નજીક પહોંચ્યો તે અગાઉ તેમણે તેને મારી નાખવાનું કાવતરું ઘડયું.
Explore ઉત્પત્તિ 37:18
11
ઉત્પત્તિ 37:22
તેમના હાથમાંથી યોસેફને છોડાવીને તેને પોતાના પિતાને સોંપવા માટે રૂબેને તેમને કહ્યું, “તમે તેનું ખૂન કરશો નહિ; વેરાનમાં આ જે ખાડો છે તેમાં તેને નાખી દો, પણ તેને કંઈ ઇજા કરશો નહિ.”
Explore ઉત્પત્તિ 37:22
Home
Bible
Plans
Videos