પછી યાકોબે માનતા લીધી કે, “જો ઈશ્વર મારું રક્ષણ કરશે અને મને ખાવાને અન્ન અને પહેરવાને વસ્ત્રો આપશે, ને જો હું સહીસલામત મારા પિતાને ઘેર પાછો આવીશ તો પ્રભુ મારા ઈશ્વર થશે. વળી, આ પથ્થર જે મેં સ્તંભ તરીકે ઊભો કર્યો છે તે ઈશ્વરનું ઘર બનશે. વળી, તે જે કંઈ મને આપશે તે બધાનો દસમો ભાગ હું તેમને અવશ્ય આપીશ!”