ઈશ્વરે એ છોકરાનો અવાજ સાંભળ્યો. ઈશ્વરના દૂતે આકાશમાંથી હાંક મારીને કહ્યું, “હાગાર, તને શું થયું છે? ગભરાઈશ નહિ. કારણ, છોકરો જ્યાં છે ત્યાંથી ઈશ્વરે તેનો અવાજ સાંભળ્યો છે. ઊઠ, છોકરાને ઊંચકી લે અને તેને તારા હાથમાં સંભાળી લે. કારણ, હું તેનાથી એક મોટી પ્રજા ઊભી કરીશ.”