તેઓએ મોટે સ્વરે પોકારીને કહ્યું, “હે સ્વામી, પવિત્ર તથા સત્ય, ઇન્સાફ કરવાનું તથા પૃથ્વી પરનાં રહેનારાંઓની પાસેથી અમારા રક્તનો બદલો લેવાનું તમે ક્યાં સુધી મુલતવી રાખશો?” પછી તેઓમાંના દરેકને શ્વેત ઝભ્ભો આપવામાં આવ્યો. અને તેઓને એમ કહેવામાં આવ્યું, “તમારા સાથી સેવકો તથા તમારા ભાઈઓ, જેઓ તમારી જેમ માર્યા જવાના છે, તેઓની સંખ્યા પૂરી ન થાય, ત્યાં સુધી હજુ થોડી વાર તમે વિસામો લો.”