1
માથ્થી 7:7
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
માગો, તો તમને મળશે, શોધો, તો તમને જડશે, ખટખટાઓ તો તમારે માટે ઉઘાડાશે.
Compare
Explore માથ્થી 7:7
2
માથ્થી 7:8
કેમ કે જે હરેક માગે છે તે પામે છે, ને જે શોધે છે તેને જડે છે, ને જે ખટખટાવે છે તેને માટે ઉઘાડવામાં આવશે.
Explore માથ્થી 7:8
3
માથ્થી 7:24
‘એ માટે જે કોઈ મારી આ વાતો સાંભળે છે, ને પાળે છે, તેને એક ડાહ્યા માણસની ઉપમા આપવામાં આવશે, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું.
Explore માથ્થી 7:24
4
માથ્થી 7:12
માટે જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો. કેમ કે નિયમશાસ્ત્ર તથા પ્રબોધક [ની વાતોનો સાર] એ જ છે.
Explore માથ્થી 7:12
5
માથ્થી 7:14
કેમ કે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે, તે સાંકડો છે, ને તેનું બારણું નાનું છે. અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે.
Explore માથ્થી 7:14
6
માથ્થી 7:13
તમે સાંકડે બારણેથી અંદર પેસો. કેમ કે જે માર્ગ નાશમાં પહોંચાડે છે, તે પહોળો છે, ને તેનું બારણું મોટું છે, ને ઘણા તેમાં થઈને પેસે છે.
Explore માથ્થી 7:13
7
માથ્થી 7:11
તે માટે જો તમે ભૂંડા છતાં તમારાં છોકરાંઓને સારાં વાનાં આપી જાણો છો, તો તમારા આકાશમાંના પિતાની પાસે જેઓ માગે છે તેઓને કેટલાં વિશેષે કરીને તે સારાં વાનાં આપશે?
Explore માથ્થી 7:11
8
માથ્થી 7:1-2
તમે કોઈને દોષિત ન ઠરાવો, એ માટે કે તમને કોઈ દોષિત ન ઠરાવે. કેમ કે જેમ તમે બીજાને દોષિત ઠરાવશો તેમ તેઓ તમને પણ દોષિત ઠરાવશે. અને જે માપથી તમે માપી આપો છો, તેથી જ તમને માપી આપવામાં આવશે.
Explore માથ્થી 7:1-2
9
માથ્થી 7:26
અને જે કોઈ મારી આ વાતો સાંભળે છે, ને પાળતો નથી, તેને એક મૂર્ખ માણસની ઉપમા આપવામાં આવશે, જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું.
Explore માથ્થી 7:26
10
માથ્થી 7:3-4
અને તું તારી આંખમાંનો ભારોટિયો ધ્યાનમાં ન લાવતાં તારા ભાઈની આંખમાંનું તણખલું શા માટે જુએ છે? અથવા તું તારા ભાઈને કેમ કહેશે કે, ‘તારી આંખમાંથી તણખલું મને કાઢવા દે.’ પણ જો, તારી પોતાની જ આંખમાં તો ભારોટિયો છે!
Explore માથ્થી 7:3-4
11
માથ્થી 7:15-16
જે જૂઠા ઉપદેશકો ઘેટાંને વેશે તમારી પાસે આવે છે, પણ માંહે ફાડી ખાનારાં વરુ [ના જેવા] છે, તેઓ સંબંધી સાવધાન રહો. તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો. શું લોકો કાંટાનાં ઝાડ પરથી દ્રાક્ષા, અથવા ઊંટકટા પરથી અંજીર તોડે છે?
Explore માથ્થી 7:15-16
12
માથ્થી 7:17
તેમ જ હરેક સારું ઝાડ સારાં ફળ આપે છે, ને ખરાબ ઝાડ નઠારાં ફળ આપે છે.
Explore માથ્થી 7:17
13
માથ્થી 7:18
સારું ઝાડ નઠારાં ફળ આપી શકતું નથી, ને ખરાબ ઝાડ સારાં ફળ આપી શકતું નથી.
Explore માથ્થી 7:18
14
માથ્થી 7:19
હરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે, ને અગ્નિમાં નંખાય છે.
Explore માથ્થી 7:19
Home
Bible
Plans
Videos