1
માથ્થી 13:23
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
અને સારી જમીન પર જે બી વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, સમજે છે, ને તેને નક્કી ફળ લાગે છે, એટલે કોઈને સોગણાં, તો કોઈને સાઠગણાં, અને કોઈને ત્રીસગણાં લાગે છે.”
Compare
Explore માથ્થી 13:23
2
માથ્થી 13:22
અને કાંટાનાં જાળાંમાં જે બી વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, પણ આ જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દાબી નાખે છે, ને તે નિષ્ફળ થઈ જાય છે.
Explore માથ્થી 13:22
3
માથ્થી 13:19
“જ્યારે રાજ્યનું વચન કોઈ સાંભળે છે, ને નથી સમજતો, ત્યારે શેતાન આવીને તેના મનમાં જે વાવેલું છે તે છીનવી લઈ જાય છે. રસ્તાની કોરે જે બી વાવેલું છે તે એ જ છે.
Explore માથ્થી 13:19
4
માથ્થી 13:20-21
અને પથ્થરવાળી જમીન પર જે બી વાવેલું તે એ છે કે, તે વચન સાંભળીને તરત હર્ષથી તેને માની લે છે. તોપણ તેના પોતામાં જડ નહિ હોવાથી તે થોડી જ વાર ટકે છે, અને જ્યારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે, ત્યારે તરત તે ઠોકર ખાય છે.
Explore માથ્થી 13:20-21
5
માથ્થી 13:44
વળી આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે, જે એક માણસને જડ્યું. પછી તેણે તે છાનું રાખ્યું, ને તેના હર્ષને લીધે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તેણે તે ખેતર વેચાતું લીધું.
Explore માથ્થી 13:44
6
માથ્થી 13:8
અને બીજાં સારી જમીન પર પડ્યાં, ને તેઓએ ફળ આપ્યાં. કેટલાંકે સોગણાં, ને કેટલાંકે સાઠગણાં, ને કેટલાંકે ત્રીસગણાં.
Explore માથ્થી 13:8
7
માથ્થી 13:30
કાપણી સુધી બન્નેને સાથે વધવા દો. અને કાપણીની મોસમમાં હું કાપનારાઓને કહીશ કે, તમે પહેલા કડવા દાણાને એકઠા કરો, ને બાળવા માટે તેના ભારા બાંધો, પણ ઘઉં મારી વખારમાં ભરો.’”
Explore માથ્થી 13:30
Home
Bible
Plans
Videos