અને તેણે ઇઝરાયલી લોકોને એમ કહ્યું, “આવતા કાળમાં તમારાં વંશજો તેમના પિતાને પૂછે, “આ પથ્થરોનો શો અર્થ છે?’ ત્યારે તમારે તમારા વંશજોને જણાવતાં કહેવું, ‘ઇઝરાયલીઓ યર્દનમાંથી કોરી ભૂમિ પર થઈને પાર આવ્યા.’ કેમ કે જેમ તમારા ઈશ્વર યહોવાએ સૂફ સમુદ્રને કર્યું, એટલે અમે પાર ઊતરી રહ્યા ત્યાં સુધી તેમણે તેને અમારી આગળ સૂકવી નાખ્યો, તેમ તમારા ઈશ્વર યહોવાએ તમે યર્દનની પાર ઊતરી રહ્યા ત્યાં સુધી તમારી આગળ તે નદીનાં પાણી સૂકવી નાખ્યાં.