જો તું સાબ્બાથ [ને દિવસે] , મારા પવિત્ર દિવસે, પોતાનું કામકાજ કરવું બંધ રાખીશ, અને સાબ્બાથને આનંદદાયક, યહોવાના પવિત્ર [દિવસ] ને માનનીય ગણીશ, અને પોતાના માર્ગોમાં નહિ ચાલતાં તથા પોતાનો ધંધોરોજગાર નહિ કરતાં, તથા કૂથલી નહિ કરતાં, તેને માન આપીશ; તો તું યહોવામાં આનંદ પામીશ; અને હું પૃથ્વીનાં ઉચ્ચસ્થાઓ પર તને સવારી કરાવીશ; અને તારા પિતા યાકૂબના વારસાથી હું તારું પોષણ કરીશ:” કેમ કે યહોવાનું મોં એવું બોલ્યું છે.