1
યશાયા 51:12
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
[પ્રભુ કહે છે] “જે તમને દિલાસો દે છે, તે હું જ છું! તું કોણ છે કે, મરનાર માણસથી, અને માનવી જે ઘાસના જેવો થઈ જશે તેથી તું બી જાય છે?
Compare
Explore યશાયા 51:12
2
યશાયા 51:16
મેં મારા વચનો તારા મુખમાં મૂક્યાં છે, ને મારા હાથની છાયાથી તને ઢાંકયો છે કે, જેથી હું આકાશોને સ્થાપું, ને પૃથ્વીનો પાયો નાખું, ને સિયોનને કહું કે, ‘તું મારી પ્રજા છે.’”
Explore યશાયા 51:16
3
યશાયા 51:7
હે ન્યાયપણું જાણનારા, અને જેઓના મનમાં મારો નિયમ છે, તે તમે મારું સાંભળો; માણસની નિંદાથી બીશો નહિ, ને તેઓનાં મહેણાંથી ડરશો નહિ.
Explore યશાયા 51:7
4
યશાયા 51:3
કેમ કે યહોવાએ સિયોનને દિલાસો આપ્યો છે, તેમણે તેની સર્વ ઉજ્જડ જગાઓને દિલાસો આપ્યો છે; તેના રણને એદન સરખું, ને તેના વનને યહોવાની વાડી સરખું કર્યું છે; તેમાં આનંદ તથા ઉત્સવ થઈ રહેશે, આભારસ્તુતિ તથા ગાનતાન સંભળાશે.
Explore યશાયા 51:3
5
યશાયા 51:11
યહોવાથી ઉદ્ધાર પામેલાઓ પાછા આવીને હર્ષનાદસહિત સિયોન પહોંચશે; અને તેમને માથે સર્વકાલીન આનંદ રહેશે; તેમને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે, ને શોક તથા નિશ્વાસ જતાં રહેશે.”
Explore યશાયા 51:11
Home
Bible
Plans
Videos