કેમ કે જયારે કોઈ માણસ પોતે કંઈ ન છતાં, હું કંઈ છું, એમ ધારે છે, ત્યારે તે પોતાને ભુલાવે છે. પણ દરેક માણસે પોતાની રહેણીકરણી તપાસી જોવી, અને ત્યારે તેને કોઈ બીજા વિષે નહિ, પણ માત્ર પોતાને વિષે અભિમાન કરવાનું કારણ મળશે. કેમ કે દરેક માણસને પોતાનો બોજો ઊંચકવો પડશે.