અને તમારાં જ્ઞાનચક્ષુ પ્રકાશિત થાય કે, જેથી તેમના નોતરાની આશા શી છે, પવિત્રોમાં તેમનાં વારસાના મહિમાની સંપત્તિ શી છે, અને તેમની મહાન શક્તિના સામર્થ્ય પ્રમાણે આપણ વિશ્વાસ કરનારાઓમાં તેમની શક્તિનું મહત્ત્વ શું છે, તે તમે જાણો. તેમણે તે સામર્થ્ય ખ્રિસ્તમાં દેખાડીને તેમને મૂએલાંમાંથી ઉઠાડયા, અને સર્વ રાજયસત્તા, અધિકાર, પરાક્રમ, ધણીપણું અને માત્ર આ કાળમાંનું નહિ, પણ ભવિષ્યકાળમાંનું દરેક નામ જે હોય, એ સર્વ કરતાં ઊંચા કરીને પોતાની જમણી તરફ સ્વર્ગીય સ્થાનોમાં તેમને બેસાડયા.