1
થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 2:3
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
GUJOVBSI
કોઈ માણસ કોઈ પણ પ્રકારે તમને ભમાવે નહિ, કેમ કે એમ થતાં પહેલાં ધર્મત્યાગ થશે તથા પાપનો માણસ, એટલે વિનાશનો પુત્ર, પ્રગટ થશે
Compare
Explore થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 2:3
2
થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 2:13
પણ ભાઈઓ, તમે પ્રભુને પ્રિય છો, તમારે વિષે હંમેશાં ઈશ્વરની સ્તુતિ કરવાને અમે બંધાયેલા છીએ, કેમ કે આત્માના પવિત્રીકરણ વડે તથા સત્ય પરના વિશ્વાસ વડે તારણને અર્થે ઈશ્વરે તમને આરંભથી પસંદ કર્યા છે.
Explore થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 2:13
3
થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 2:4
જે ઈશ્વર ગણાય છે અથવા જે પૂજ્ય મનાય છે તેમની વિરુદ્ધ થઈને તે પોતાને મોટો મનાવે છે, અને એમ ઈશ્વર હોવાનો દાવો કરીને તે ઈશ્વર તરીકે ઈશ્વરના મંદિરમાં બેસે છે.
Explore થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 2:4
4
થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 2:16-17
હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ને ઈશ્વર આપણા પિતા, જેમણે આપણા પર પ્રેમ રાખ્યો, ને કૃપા કરીને આપણને સર્વકાળનો દિલાસો ને સારી આશા આપ્યાં, તે તમારાં હ્રદયોને દિલાસો આપો, ને દરેક સારા કામમાં તથા વચનમાં તમને દઢ કરો.
Explore થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 2:16-17
5
થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 2:11
જેઓએ સત્ય પર વિશ્વાસ કર્યો નહિ, પણ અધર્મમાં આનંદ માન્યો, તે સર્વને દોષિત ઠરાવવાને માટે
Explore થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 2:11
6
થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 2:9-10
શેતાનના કરાવ્યા પ્રમાણે સર્વ પ્રકારનાં ખોટાં પરાક્રમો, ચિહ્નો તથા ચમત્કારો સાથે, તેમ જેઓએ પોતાના તારણ અર્થે પ્રેમથી સત્યનો અંગીકાર કર્યો નહિ, અને જેઓનો વિનાશ થાય છે તેમને માટે દરેક જાતના પાપરૂપ કપટ સાથે તે [અધર્મી પુરુષ] પ્રગટ થશે.
Explore થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 2:9-10
7
થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 2:7
કેમ કે અધર્મની ગુપ્ત અસર ચાલુ થઈ ચૂકી છે; પણ જે હાલ અટકાવનાર છે તેને વચમાંથી દૂર કરવામાં નહિ આવે ત્યાં સુધી [તેને અટકાવવામાં આવશે].
Explore થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 2:7
Home
Bible
Plans
Videos