የYouVersion አርማ
የፍለጋ አዶ

ઉત્પત્તિ 6:1-4

ઉત્પત્તિ 6:1-4 GUJCL-BSI

પૃથ્વીના પટ પર માનવવસ્તી વધવા લાગી અને માણસોને પુત્રીઓ પણ થઈ ત્યારે ઈશ્વરના પુત્રોએ જોયું કે માણસોની પુત્રીઓ સુંદર છે. તેથી તેમણે પોતાને મનપસંદ કન્યાઓ સાથે લગ્ન કર્યાં. ત્યારે પ્રભુએ કહ્યું, “મારો આત્મા માણસમાં સદા વાસો કરશે નહિ, કારણ, માણસ આખરે મર્ત્ય છે. હવે પછી માણસની આયુમર્યાદા માત્ર 120 વર્ષની રહેશે.” તે દિવસોમાં અને તે પછી પણ પૃથ્વી પર રાક્ષસી કદના માણસો વસતા હતા. તેઓ ઈશ્વરના પુત્રો અને માણસોની પુત્રીઓથી જન્મ્યા હતા. તેઓ પ્રાચીનકાળના શક્તિશાળી અને નામાંક્તિ વીરપુરુષો હતા.

ቪዲዮ ለ {{ዋቢ_ሰዉ}}