1
યોહાન 13:34-35
પવિત્ર બાઇબલ C.L.
હવે એક નવીન આજ્ઞા હું તમને આપું છું: એકબીજા પર પ્રેમ રાખો. જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખશો તો સૌ જાણશે કે તમે મારા શિષ્યો છો.”
አወዳድር
{{ጥቅስ}} ያስሱ
2
યોહાન 13:14-15
હું તમારો પ્રભુ અને ગુરુ હોવા છતાં પણ મેં તમારા પગ ધોયા છે. તો પછી તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. મેં તમને નમૂનો આપ્યો છે; જેથી તમારે માટે મેં જે કર્યું, તે તમે પણ કરો.
3
યોહાન 13:7
ઈસુએ જવાબ આપ્યો, “હું જે કરું છું તે તું હમણાં સમજતો નથી, પણ હવે પછી તને સમજાશે.”
4
યોહાન 13:16
હું તમને સાચે જ કહું છું: નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી અને સંદેશ લાવનાર પોતાના મોકલનાર કરતાં મોટો નથી.
5
યોહાન 13:17
હવે તમે આ સત્ય તો જાણો છો; તેથી જો તમે તેને અમલમાં મૂકો તો તમને ધન્ય છે!
6
યોહાન 13:4-5
એટલે ઈસુએ ભોજન પરથી ઊઠીને પોતાનો ઝભ્ભો ઉતાર્યો અને પોતાની કમરે રૂમાલ વીંટાળ્યો. પછી એક વાસણમાં પાણી લઈને શિષ્યોના પગ ધોયા અને કમરે વીંટાળેલા રૂમાલથી લૂછવા લાગ્યા.
ቤት
መጽሐፍ ቅዱስ
እቅዶች
ቪዲዮዎች